નારાયણનું નામ જ લેતાં — Nārāyaṇ Nu Nāmaj Letā
નારાયણનું નામ જ લેતાં
વારે તેને તજીયે રે ।
મનસા વાચા કર્મણા કરીને
લક્ષ્મીવરને ભજીયે રે ॥
કુળને તજીયે કુટુંબને તજીયે
તજીયે મા ને બાપ રે ।
ભગિની સુત દારાને તજીયે
જેમ તજે કંચુકી સાપ રે ॥
પ્રથમ પિતા પ્રહલાદે તજિયા,
ન તજિયું હરિનું નામ રે ।
ભરત શત્રુઘ્ને માતા તજિયા
ન તજિયા શ્રીરામ રે ॥
ઋષિ પત્નીએ શ્રીહરિ કાજે
તજિયા નિજ ભરથાર રે ।
તેમા તેનું કાંઈ ન બગડ્યું
પામી પદારથ ચાર રે ॥
વ્રજવનિતાએ સર્વ તજ્યું
તજ્યા નિજ ભરથાર રે ।
નરસૈયાનો સ્વામી સદા સુહાગી
મળ્યો નર ને નાર રે ॥
English Transliteration
Nārāyaṇ nu nām ja letā,
Vāre tene tajīye re.
Manasā vācā karmaṇā karīne,
Lakṣhmīvarne bhajīye re.
Kuḷne tajīye, kuṭumbne tajīye,
Tajīye mā ne bāp re.
Bhaginī sut dārāne tajīye,
Jem taje kanchukī sāp re.
Pratham pitā Prahlāde tajiyā,
Na tajiyũ Harinu nām re.
Bharat Shatrughne mātā tajiyā,
Na tajiyā Shrīrām re.
Ṛṣi patniye Shrīhari kāje,
Tajiyā nij bharthār re.
Temā tenu kāī̃ na bagaḍyũ,
Pāmī padārath chār re.
Vraj vanitāe sarva tajyũ,
Tajyā nij bharthār re.
Narasaiyāno svāmī sadā suhāgī,
Maḷyo nar ne nār re.
વૈષ્ણવ જન તો તેને કહીએ — Vaishnava Jana To Tene Kahiye Je
વૈષ્ણવ જન તો તેને કહીએ જે
પીડ પરાઈ જાણે રે ।
પર દુઃખે ઉપકાર કરે તો યે
મન અભિમાન ન આણે રે ॥
સકળ લોકમાં સહુને વંદે,
નિંદા ન કરે કેની રે ।
વાચ કાછ મન નિષ્કળ રાખે,
ધન્ય ધન્ય જનની તેની રે ॥
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી,
પરસ્ત્રી જેને માત રે ।
જિહ્વા થકી અસત્ય ન બોલે,
પરધન નવ ઝાલે હાથ રે ॥
મોહ માયા વ્યાપે નહીં જેને,
દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે ।
રામનામ શુ તાળી લાગી,
સકળ તીર્થ તેના તનમાં રે ॥
વણલોભી ને કપટ રહિત છે,
કામ ક્રોધ નિવાર્યા રે ।
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં,
કુળ એકોતેર તાર્યા રે ॥
English Transliteration
Vaishnava jana to tene kahiye je,
Pīḍ parāī jāṇe re.
Par duḥkhe upkār kare to ye,
Man abhimān na āṇe re.
Sakaḷ lokmā̃ sahune vande,
Nindā na kare kenī re.
Vāch kāchh man niśchaḷ rākhē,
Dhanya dhanya jananī tenī re.
Samadṛṣṭi ne tṛṣṇā tyāgī,
Parastrī jene māt re.
Jihvā thakī asatya na bole,
Paradhan nav jhāle hāth re.
Moh māyā vyāpe nahi jene,
Dṛḍh vairāgya jenā manmā̃ re.
Rāmnām shũ tāḷī lāgī,
Sakaḷ tīrath tenā tanmā̃ re.
Vaṇlobhī ne kapaṭ rahit chhe,
Kām krodh nivāryā re.
Bhaṇe Narasaiyo tenu darshan kartā,
Kuḷ ekoter tāryā re.
જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા — Jāg Ne Jādavā Kṛṣṇa Govāliyā
જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા,
તુજ વિના ધેનમાં કોણ જાશે?
ત્રણસે ને સાઠ ગોવાળ ટોળે મળ્યા,
વડો રે ગોવાળિયો કોણ થાશે?
દહીં તણાં દહીંથરાં, ઘી તણાં ઘેબરાં,
કઢિયેલ દૂધ તે કોણ પીશે?
હરિ તાર્યા હાથિયો, કાળીનાગ નાથિયો,
ભૂમિનો ભાર તે કોણ લેશે?
જમુનાને તીરે ગૌધન ચરાવતાં,
મધુરીશી મોરલી કોણ વહેશે?
ભણે નરસૈયો, તારા ગુણ ગાઈ રીઝીએ,
બૂડતાં બાંહેડી કોણ સહેશે?
English Transliteration
Jāg ne Jādavā Kṛṣṇa Govāliyā,
Tuj vinā dhenmā̃ koṇ jāśe?
Traṇse ne sāṭh govāḷ toḷe maḷyā,
Vaḍo re govāḷiyo koṇ thāśe?
Dahī taṇā dahītharā̃, ghī taṇā ghebarā̃,
Kaḍhiyel dūdh te koṇ pīśe?
Hari tāryā hāthiyo, Kāḷīnāg nāthiyo,
Bhūmino bhār te koṇ leśe?
Jamunāne tīre gaudhan charāvtā,
Madhurīśī morlī koṇ vahēśe?
Bhaṇe Narasaiyo, tārā guṇ gāī rījīe,
Būḍtā̃ bā̃heḍī koṇ sahēśe?
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ ચાખવા, શિવ થકી જીવ થયો એ જ આશે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી, જેહને જે ગમે તેને તે પૂજે;
મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂઝે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
– નરસિંહ મહેતા
Akhil Brahmandaman Ek Tun Shrihari
Akhil brahmandaman ek tun shrihari, jujave rupe ananṭa bhase;
Dehaman dev tun, tejaman tatva tun, shunyaman shabda thai ved vase.
Akhil brahmandaman ek tun shrihari
Pavan tun, pani tun, bhumi tun bhudhara, vruksha thai fuli rahyo akashe;
Vividh rachan kari anek ras chakhava, shiv thaki jiv thayo e j ashe.
Akhil brahmandaman ek tun shrihari
Ved to em vade, shruti-smruti shakh de, kanak kundal vishe bhed n hoye;
Ghat ghadiya pachhi namarup jujavan, ante to hemanun hem hoye.
Akhil brahmandaman ek tun shrihari
Grannthe gadabad kari, vat n khari kahi, jehane je game tene te puje;
Mana-vachana-karmathi ap mani lahe, satya chhe e j man em suze.
Akhil brahmandaman ek tun shrihari
Vrukshaman bij tun, bijaman vruksha tun, joun patantaro e j pase;
Bhane narasainyo e man tani shodhana, prit karun premathi pragat thashe.
Akhil brahmandaman ek tun shrihari
To be continued.